હાસ્ય

હાસ્ય-જોકસ

Wednesday 14th August 2024 06:39 EDT
 
 

પતિએ પત્નીનો ફોન કટ કરતાં કહ્યું કે હું બિઝી છું, થોડી વારમાં કોલ કરું છું.
થોડી વારમાં પડોશણનો ફોન આવ્યો.
પડોશણઃ શું તમે ફ્રી છો, ડિસ્ટર્બ તો નથી કર્યા ને..?
પતિઃ અરે ના ના... તમે આદેશ કરો.
પડોશણઃ મારે કંઇ કામ નથી. લો તમારા પત્ની સાથે વાત કરો.
પત્ની: સાંજે ઘરે આવો ત્યારે આયોડેક્સ લઈને આવજો.
•••
પત્ની: અરે તમને લોહી કેમ નીકળી રહ્યું છે, શું થયું તમારી સાથે?
પતિ: જવા દેને યાર, મારા એક મિત્રએ મને પથ્થર માર્યો.
પત્ની: તમે પણ તેને માર્યો કે નંઈ, તમારા હાથમાં કાંઈ નહોતું?
પતિ: હતુંને... મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો.
પછી પતિને લેવા એમ્બ્યુલન્સ આવી.
•••
શિક્ષક: ચંગુ તું પક્ષીઓ વિશે બધું જાણે છે?
ચંગુ: હા સાહેબ.
શિક્ષકઃ તો બોલ કયું પક્ષી ઊડી નથી શકતું?
ચંગુ: મરેલું પક્ષી!
•••
એક છોકરો એક સુંદર છોકરીને ક્યારનોય તાકી-તાકીને જોઈ રહ્યો હતો
છોકરી (ગુસ્સામાં): આમ શું ક્યારનો જોઈ રહ્યો છે? શરમ નથી આવતી?
છોકરો: હું વિચારું છું કે જો તું
મારી મમ્મી હોત તો હું પણ તારા જેવો સુંદર હોત...
•••
ગોલુ પ્લેનમાં પાઇલટનો હેડફોન છીનવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પાઇલટ: અરે, અરે આ શું કરે છે?
ગોલુ: વાહ... ટિકિટ અમે ખરીદી, અને ગીતો તમે સાંભળો છો... એમ તે કંઇ ચાલે?
•••
લીલીઃ કોલેજકાળની કોઈ ભયાનક વાત યાદ છે તમને?
જિગોઃ હા, પહેલા વર્ષમાં તારી સાથે મુલાકાત અને ત્રીજા વર્ષ પછી આપણા લગ્ન.
•••
જિગોઃ તમારું મેરિટલ સ્ટેટ્સ?
ભૂરોઃ પરિણીત...
જિગોઃ તમે અને તમારા પત્ની શું કરો છો?
ભૂરોઃ મારા પત્ની આનંદ કરે છે અને હું અફસોસ કરું છું.
•••
લીલીઃ તમારા જન્મદિવસ માટે એટલા સરસ કપડાં લીધાં છે કે તમે ખુશ થઈ જશો.
ભૂરોઃ એમ? તો તો જલ્દી આપ મને.
લીલીઃ આપીશ નહીં, પણ પહેરીને બતાવીશ.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter