ભારતમાં રસ્તાઓ પર ખાડાની સમસ્યા પ્રાચીન કાળથી ચાલી આવે છે.
જુઓને, મહાભારત કાળમાં કર્ણના રથનું પૈડું પણ ફસાઈ ગયું હતું!
•••
હોકીમાં હાર્યા, કુસ્તીમાં હાર્યા
ટેબલ ટેનિસમાં હાર્યા, વેઈટ લિફ્ટિંગમાં હાર્યા
બોક્સિંગમાં હાર્યા...
હવે છેલ્લી આશા જન્માષ્ટમી પર છે!
•••
કહે છેને કે પતિ-પત્નીનો સંબંધ તો સાત જનમનો હોય છે. તો પછી, અત્યારે કયો જનમ ચાલે છે તે કેવી રીતે ખબર પડે? આ પ્રશ્નનો જવાબ એક અનુભવી પાસેથી મળ્યો. એ કહેઃ
‘જ્યારે પત્ની એમ કહે કે ‘તમને હું જરાય સમજી શકતી નથી ત્યારે સમજવું કે આ પહેલો જનમ છે... અને જો પત્ની એમ કહે કે ‘હું તમને નખશિખ ઓળખું છું, મારી સામે ખોટું તો બોલતા જ નહીં...’ ત્યારે જાણવું કે સાતમો જનમ ચાલે છે!’
•••
રણછોડઃ હું રોજ સવારે મોર્નિંગ વોક કરવા નીકળું ત્યારે જાણે ઓલિમ્પિક્સમાં જતો હોઉં તેવી ફિલિંગ આવે છે?
ગોરધનઃ લે કેમ એવું?
રણછોડઃ કારણ કે ઘરમાંથી પગ બહાર મૂકતાં જ ઘરવાળી બોલે કે પાછા આવો ત્યારે બે (અમુલ) ગોલ્ડ લેતા આવજો!
•••
સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ‘ઘાસ ખાતી ગાય’નું ચિત્ર દોરવાનું કહ્યું.
બધા વિદ્યાર્થીઓએ ચિત્ર શિક્ષક બતાવ્યું પણ આમાં છગનનું પાનું સાવ કોરું હતું.
શિક્ષકે પૂછ્યું તે કેમ ચિત્ર બનાવ્યું નથી?
છગનઃ ચિત્ર દોર્યું જ હતું સાહેબ.
સાહેબઃ તો પછી આ પાનું કોરું કેમ છે?
છગનઃ કોરું જ હોય ને સાહેબ. ગાય ઘાસ ખાઈને જતી રહી.
•••
પતિ: જજ સાહેબ મને છૂટાછેડા જોઈએ છે, મારી પત્ની મને છુટ્ટા વાસણ મારે છે
જજ: હમણાથી જ કે પછી પહેલાથી?
પતિ: પાંચ વર્ષથી...
જજઃ તો હવે છૂટાછેડા માટે કેમ આવ્યા?
પતિ: હવે એનું નિશાન પાક્કુ થઈ ગયું છે!
•••