Search Results

Search Gujarat Samachar

હાઉસ ઓફ લોર્ડ્સમાંથી વારસાગત લોર્ડની પદવી નાબૂદ કરવા માટેના ખરડાને હાઉસ ઓફ કોમન્સે મંજૂરી આપી દીધી છે. હાઉસ ઓફ કોમન્સમાં આ ખરડો 435 વિરુદ્ધ 73 મતથી પસાર કરી દેવાયો હતો. હવે આ ખરડો હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે.

માર્ચ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ખાલિસ્તાની સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના કેસ સાથે સંકળાયેલા ઇન્દરપાલ સિંહ ગાબાની અપીલ દિલ્હી હાઇકોર્ટે નકારી કાઢી છે. ગાબાએ તેની ધરપકડ અને તેમની સામેના કેસને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.

ફાર્મસી ઉદ્યોગમાં પ્રવર્તમાન કટોકટીને રોકવા સેક્ટરને સરકાર દ્વારા વધારાનું ભંડોળ ન અપાય તો વિના મૂલ્યે દવાની ડિલિવરી અને કામના કલાકો ટૂંકાવી દેવા સહિતના પગલાં લેવાની ફાર્મસીઓએ ચેતવણી આપી છે.

યુકે અને યુરોપથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ હવે તેમની બીજી ચેક ઇન બેગ માટે ઊંચા દર ચૂકવવા પડશે. એર ઇન્ડિયાએ આ રૂટો પર 23 કિલોની એક ચેકઇન બેગ માટેના ઓછા ભાડાની ટિકિટો અમલી બનાવી છે. 

ઓટમ બજેટમાં ચાન્સેલર રીવ્ઝ દ્વારા ખેડૂતો પર ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરાતાં છંછેડાયેલા ખેડૂતોએ મંગળવારે લંડનમાં પ્રચંડ દેખાવો કર્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે આ ટેક્સના કારણે ખાદ્ય સુરક્ષા પર જોખમ સર્જાશે

લેબર સરકાર દ્વારા નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લદાય તે પહેલાં જાણે કે મકાન માલિકોમાં ભાડૂઆતો પાસે મકાન ખાલી કરાવવાની જાણે કે હોડ જામી છે. બેલિફ દ્વારા મકાન ખાલી કરાવવાના સરકારી આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એન્જેલા...

વિશ્વના કોઇપણ વિકસિત દેશ કરતાં ગયા વર્ષે બ્રિટનમાં આવેલા કાયમી માઇગ્રન્ટસની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર ગયા વર્ષે 7,46,900 પરમેનેન્ટ ટાઇપ માઇગ્રન્ટ યુકેમાં આવ્યા હતા. 

વિશ્વમાં છેલ્લા 30 વર્ષમાં ડાયાબિટિસથી પીડાતા લોકોની સંખ્યા બમણી થઇ 800 મિલિયન પર પહોંચી છે. લાન્સેટમાં પ્રસિદ્ધ કરાયેલ અહેવાલ અનુસાર 1990થી 2022ની વચ્ચે પુખ્તોમાં ડાયાબિટિસનું પ્રમાણે 7 ટકાથી વધીને 14 ટકા પર પહોંચ્યું છે. 

યુકે વર્ષ 2025 સુધીમાં ડિજિટલ બાય ડિફોલ્ટ ઇમિગ્રેશન સિસ્ટમ તરફ આગળ વધી ઇ-વિઝા શરૂ કરશે. જોકે ભારતમાં આ સુવિધાનો ક્યારે પ્રારંભ કરાશે તે હજુ નક્કી નથી. ઇ-વિઝા સિસ્ટમના કારણે પ્રવાસીઓને વધારાની સુરક્ષાની સાથે સુવિધા પ્રાપ્ત થશે. 

બ્રિટનમાં વ્યાપક હીમવર્ષા સાથે વર્ષ 2024ના શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. નોર્ધન ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં હીમવર્ષાની સાથે તાપમાનનો પારો શૂન્યની નીચે ગગડી ગયો હતો.