માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

યુવા પેઢીનાં સપના, પુરુષાર્થ, વ્યથા, આનંદની અનુભૂતિ

હમણાં થોડા દિવસોમાં બે-ત્રણ એવા કાર્યક્રમોમાં જોડાવાનું થયું જેના કેન્દ્રમાં કિશોરો - યુવાનો હતા. એક સ્ક્રિપ્ટ લખવાની હતી જેમાં શાળાના બાળકો નૃત્ય–નાટ્ય પ્રસ્તુત કરવાના હતા, એના લેખન દરમિયાન ભારતીય સંસ્કૃતિ, ભારતની શિક્ષણપદ્ધતિ, અણમોલ વારસો...

‘મહારાજ, કાંઈ સમજણ પડતી નથી. વારેવારે મારી સાથે કેમ આવું થાય છે?’ અનિકેતે એમના મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણ જયદેવભાઈને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘અરે, તમારા જેવા અનુભવી માણસે તો એમ વિચારવું જોઈએ કે કરેલા સારા કર્મોએ તમને ઉગાર્યા. પરિણામે શારીરિક-આર્થિક...

સાહેબ, ડીનરમાં ભલે થોડું મોડું થાય, અમારા સહુની ઇચ્છા છે કે આપ હજી પંદરેક મિનિટ વાતો કરો, અમારે આપને વધુ સાંભળવા છે.’ આ વાતને શ્રોતાઓએ પણ વધાવી અને વક્તાએ વધુ પંદર મિનિટ મૂળ વિષયની વાત કરી... વક્તા હતા ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી - લેખક...

‘અરે તને ખબર છે, તું ક્યાં જાય છે? કોને સમજાવવા જાય છે?...’ ‘અરે, આમની જોડે ક્યાં મગજમારી કરવાની તું?...’ ‘એક જ દિવસ છે ને જવા દે ને બહેન...’ આવા વાક્યો આડોશી-પાડોશીઓએ કાશ્મીરાને કહ્યા. હમણાં ફેસબુક ફ્રેન્ડ્ઝનું એક અવલોકન વાંચ્યું. વાત જાણ એમ...

‘લાલ ગોપાલ ગુલાલ મારી, આંખિન મેં જિન ડારો જૂ....’ મંચ પરથી શહેરના જાણીતા ગાયકના સ્વરમાં ગીત પ્રસ્તુત થઈ રહ્યું હતું. બરાબર એ જ સમયે આરતી અને અસીમ પ્રથમ હરોળના એક છેડે પહોંચ્યા. ‘હમણાં ઊભા રહીએ, ગીત પૂરું થાય પછી બેસવા જઈએ.’ આરતીએ આસીમને કહ્યું....

‘અમદાવાદને દેશના સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું એમાં અમારા આ મણિભાઈ જેવા અનેક સામાન્ય માણસોનું પણ બહું મોટું યોગદાન છે.’ નીતિનભાઈએ હસતાં હસતાં કહ્યું... વાત એમ હતી કે એક શોપિંગ કોમ્પલેક્સમાં ઘણી બધી દુકાનો હતી. ત્યાં સ્વાભાવિક રીતે રોજેરોજ બહુબધા...

‘આજે આપણે સહુએ નિહાળેલું આ દૃશ્ય અદ્ભૂત છે. કદાચ ન ભૂતો ન ભવિષ્યતિ છે...’ સાંધ્યસૌરભ કાર્યક્રમના સંયોજક અને કલા અનુરાગી રીટાબહેન ત્રિવેદીએ આ વાક્ય કહ્યું અને ઉપસ્થિત દર્શકોએ સ્વાભાવિક આનંદ સાથે તાળીઓથી તેને વધાવી લીધું. સામાન્ય રીતે આપણે સહુ...

‘શિવમહિમ્ન સ્ત્રોત, શિવ તાંડવ, શિવ પંચાક્ષર જેવા સ્તોત્ર નિયમિત રીતે સાંભળ્યા હોય પરંતુ એની પાછળ રહેલી કથાની જાણકારી તો આજે જ મળી...’ ‘શિવતત્વ અને એની સાથે રહેલા ડમરું, ત્રિશૂળ, નિલકંઠ સ્વરૂપ, સર્પ, ભસ્મ, બિલ્વપત્ર વગેરે સાથે જોડાયેલા સંદર્ભો...

‘મારી નજર સામે એ ડોક્ટરે ત્રણ દર્દીઓના પૈસા લીધા નથી એટલે તમારી માન્યતાઓ તમે ઈચ્છો તો બદલી પણ શકો.’ અભિષેકે એમના એક મુરબ્બી મિત્રને આ વાત કહી એનું કારણ પામવા આખી ઘટના સુધી જઈએ. 

‘મમ્મી તું તારી મનપસંદ જગ્યાએ, મનપસંદ વ્યક્તિ જોડે થોડા દિવસ ફરવા માટે જઈ આવ. મને ખૂબ આનંદ થશે. તને તારી જિંદગી આનંદથી જીવવાનો પૂર્ણ હક્ક છે.’ વામાએ એની મમ્મી યુગ્માને આ વાત કહી અને બંનેની આંખોમાં આંસુનો દરિયો છલકાઈ ઊઠ્યો. બંને એકબીજાને ભેટી...

‘અરે! ક્યાં ખોવાઈ ગઈ છે તું? લોકો તારા ગીતને વધાવી રહ્યાં છે અને વન્સમોર - વન્સમોર કહી રહ્યા છે...’ નીલે એની પત્ની નિલિમાને કહ્યું ત્યારે એકાએક જાણે ટ્રાન્સમાંથી બહાર આવી હોય એમ નિલિમાને લાગ્યું અને તાળીઓને પ્રતિસાદ આપતાં ફરી ગાવાનું શરૂ કર્યું....



to the free, weekly Gujarat Samachar email newsletter