સ્મરણોનું અને સંબંધોની સમૃદ્ધિનું અજવાળું

‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.

તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્તિનો વિજય

ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા...

ભારતરત્ન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું શરીર ૯૩ વર્ષની ઉંમરે શાંત થયું. આખોય દેશ જાણે નિઃસ્તબ્ધ થઈ ગયો. સહુને લાગ્યું કે પોતાના પરિવારમાંથી કોઈ જતું રહ્યું છે. વેદના-સંવેદના વ્યક્ત થતી રહી વ્યક્તિગતરૂપે અને જાહેર માધ્યમોમાં પણ.

‘એઈ, અહીં હાથ મુક, જસ્ટ અનબિલીવેબલ યાર, પેલું પેલું, પેલી ફિલ્મમાં થાય છે ને એવું જ થયું યાર....’ પત્ની આનંદમાં ને આનંદમાં બોલી ગઈ. પત્ની એના પતિનો હાથ ઝાલીને અત્યંત ધીમા પગલે વિશાળ બંગલાની લીલીછમ હરિયાળીથી મઢેલી લોન પર જરા ખૂણામાં લઈ ગઈ. ખુરશી...

‘હવે આ બધું થોડા દા’ડા ભઈ, ફરી પાછું એનું એ જ થઈ જશે. જ્યાંને ત્યાં વાહનો વાહનો જોવા મળશે. જોજો...’ તો મિત્રએ કહ્યું, ‘બકા, ત્યારની વાત ત્યારે, અત્યારે ઘરમાંથી પહેલા હેલ્મેટ લઈને પહેર, પછી સ્કુટર ચલાવ..’ આ અને આ પ્રકારના અનેક સંવાદો અત્યાર અમદાવાદના...

અરે, પણ પાસપોર્ટ નહિ આવે તો આપણે ટુરમાં કેમ કરીને જશું?’ ‘આટલા બધાની ટિકિટ કેન્સલ કરાવો તો એના કેટલા પૈસા કપાય?’ ‘કાંઈક કરવું પડશે, પણ કરીએ તોયે શું?’ આ અને આવા પ્રશ્નો જુદા જુદા વ્યક્તિઓ-પરિવારના સભ્યો એક પછી એક બોલી રહ્યા હતા. સહુના ચહેરા...

કાશીમાં રામાનંદજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. નદીના ઘાટ પર પગથિયાં ઉતરતા ઉતરતા એમનો પગ ત્યાં સુતેલા કબીર દાસને સ્પર્શી ગયો. એમના મુખથી રામ રામ શબ્દ નીકળ્યા. આ શબ્દને કબીરે દીક્ષામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. કબીર...

‘કાકા, મને સમજાતું નથી કે તમે આટલી સમૃદ્ધિ હોવા છતાં કેમ રોજ આમ રીક્ષામાં જ બેસો છો?’ રીક્ષાચાલક કનુ નામના યુવાને ૬૦-૬૫ વર્ષના કાકાને કહ્યું. ‘અરે બેટા, હુંયે રીક્ષાવાળો જ છું, તારી જેમ રીક્ષા જ ચલાવતો હતો... લાંબી વાત છે. ચાલ, પહેલા ઘરે લઈ...

‘છોકરાવને હવે રજાઓમાં પણ ઘરે જવાનું નથી ગમતું. કલ્પના ન કરી શકો એટલો સુધારો એમની જીવનશૈલીમાં થઈ ગયો છે.’ હિલ સ્ટેશન સાપુતારામાં મોડી સાંજે વહેતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દુર્લભજીભાઈ ગોયાણી આનંદ સાથે કહી રહ્યા હતા.

આ પંક્તિઓ જેમના માટે લખાઈ એવું એક વ્યક્તિત્વ એટલે મૂળ નાર ગામના અને હાલ અમદાવાદસ્થિત કિરીટભાઈ પટેલ... જેમને સહુ કિરીટ શ્રીહરિ તરીકે ઓળખે છે. એમના સમગ્ર જીવનમાં નજર માંડીએ તો સમાજ માટે, સત્સંગ માટે અને સ્વવતન માટે એમણે સમય અને લક્ષ્મી સમર્પિત...

‘અરે, ખરા માણસ છે આ! હમણાં કહેતા હતા કે હું આ રૂપિયાની રકમ પરત લેવા નથી આવ્યો, ને મેં આપી તો પાછી આભાર આભાર કરતા લઈ પણ લીધી!’ આવો મનોમન સંવાદ સુજાતાએ પોતાની જાત સાથે એક ક્ષણ માટે કર્યો. હજુ એ કાંઈ વિચારે એ પહેલાં અપૂર્વે એક બોક્સ જેવું એના ટેબલ...

‘મસાલિયા’માં મસાલા ભરતા શીખો, સિઝન આવે એટલે હીંગ, ધાણાજીરું, હળદર, મરચું યોગ્ય જગ્યાએથી પસંદ કરીને આખા વરસના ખરીદવા જોઈએ, બેટા’. હસુબાએ દીકરીની દીકરીને સમજાવ્યું અને દીકરી સ્ટીલના મસાલિયામાં મસાલા ભરતા શીખી પણ ખરી.



to the free, weekly Gujarat Samachar email newsletter