સ્મરણોનું અને સંબંધોની સમૃદ્ધિનું અજવાળું

‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.

તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્તિનો વિજય

ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા...

‘તમે બોર્ડના પ્રથમ દસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હશો નહીં? ટીવી ચેનલના પ્રતિનિધિએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોર્ડે નક્કી કરેલા સિલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં શું? સિદ્ધિ તો ત્યારે હશે જ્યારે મારા જ્ઞાન ઉપર આધારિત કોઈ...

‘મારા પપ્પાને નિયમિતરૂપે તમાકુ ખાવાનું અને વખતોવખત દારૂ પીવાનું વ્યસન છે, એમના વ્યસનોમાંથી હું તેમને છોડાવી શકું એવી શક્તિ મને આપો અને તેઓ વ્યસનોમાંથી છુટી શકે તેવી સદબુદ્ધિ તેમને આપો...’ ગામડાગામની એક દીકરી રમાએ લખેલી આ વાત છે. વાચકને પ્રશ્ન...

‘મારે ડોક્ટર થવું છે’ તેજલ શંકરભાઈ સંગાડાએ કહ્યું. ત્યાં વળી બાજુમાં બેઠેલી મીનાક્ષી ભરતભાઈ ડામોર કહે, ‘મારે બહુ ભણવું છે ને પછી શિક્ષક થઈને છોકરા-છોકરીઓને ભણાવવા છે.’ આ બંનેની જેમ જ અહીં આવેલા શબનમ, શેખ, રાહીલ, જીવા, આયેશા ગાંડા, પૂજા સુમરા,...

લગન અને એય પાછા સ્મશાનમાં? ના હોય... પણ થયા હતા ને પૂજ્ય મોરારિબાપુએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ગામના સ્મશાને બેન્ડવાજા સાથે વરરાજાની જાન આવી પહોંચી ત્યારે ઘડીક...

‘હવે આ ઉંમરે તમારે વળી શેનું બ્યુટી પાર્લરમાં જવાનું કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં જવાનું હેં?!’ કોમ્યુપ્ટર પર પોતાનું કામ કરતાં કરતાં, મારા ચહેરાની સામે પણ જોયા વિના, મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાવકાઈ સાથે મિલનમામાએ કહ્યું.

‘એવોર્ડ મને મળે છે. મારા ઝભ્ભાને નહીં.’ ધરમશી બાપાએ મારી માતાને એ સમયે કહ્યું હતું. મસ્કતના ખુશનુમા વાતાવરણમાં મિત્ર હેમંત સુરૈયા સાથે અમે અશ્વિનભાઈ ધરમશીના ભવનમાં બેઠા હતા અને તેઓ એમના પિતાજીના સ્મરણો યાદ કરી રહ્યા હતા.

‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?... ‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’... ‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’... આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા...

‘ઓ સાહેબ, ઓ ભાઈ...’ એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે...

‘તારી ડાયરીમાં આપણે કાઠમંડુથી ક્યાં ક્યાં થઈને આવ્યા તે રોડમેપ લખ્યો ને!!’ બહેન મીનાએ વહેલી સવારે માનસરોવરના સાંનિધ્યમાં પૂછ્યું. જવાબ આપું તે પહેલા મિત્ર કેતને કહ્યું, ‘એક મિનિટ બહેન, આપણે સૌ અહીં આવ્યા, મહાદેવને મળવા એના દર્શને... હવે આ ગીત...

‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે...



to the free, weekly Gujarat Samachar email newsletter