સ્મરણોનું અને સંબંધોની સમૃદ્ધિનું અજવાળું

‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.

તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્તિનો વિજય

ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા...

‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’ દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.

‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’ સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે...

‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’ ‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’ ‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’ આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો...

‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’ ‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’ આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો...

‘આનાથી ઉત્તમ દોસ્તીનો આનંદ બીજો કયો હોઈ શકે?’ ભૈરવે કહ્યું. હજુ હમણાં જ ત્રીજી ઓગસ્ટે અમદાવાદમાં દાયકાઓ જૂના મિત્ર સી. બી. પટેલે પ્રેમપૂર્વક ઓઢાડેલી શાલ ઓઢીને મારા પપ્પા ૧૫ ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સ્મશાનમાં અંતિમયાત્રા રૂપે ગયા.

‘કૃષ્ણ વિશે, શ્રીજી સ્વરૂપ વિશે વાતો કરજો અને આનંદ કરજો.’ દુરદર્શનના અધિકારી અને અભિનેતા-ગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કર્યો અને પહોંચ્યા અમદાવાદના રિલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને પછી દોશીવાડાની પોળમાં આવેલી ગૌસ્વામી હવેલીમાં. નટવર પ્રભુજીનું દિવ્ય...

‘કોઈ ખાસ અવસર છે..?’ ‘કોઈ નવી જાહેરાત થવાની છે?’ ‘કોઈ વ્યક્તિ વિશેષ આવવાના છે?’ આવો એક પણ સવાલ એ દિવસે એક ગેધરિંગમાં ઉપસ્થિત પૈકીના એક પણ વ્યક્તિને થતાં ન હતા કારણ કે આ રીતે દર વર્ષે આમ જ કારણ વિના કે નાનકડા કારણોને અવસર બનાવવાના સી. બી. પટેલના...

‘બાળપણમાં એમને ગાતા સાંભળીને ઘરે આવતા એક ફકીરે દુઆ આપી હતી કે બેટા, એક દિન તું બડા હી નહિ, મહાન ગાયક બનેગા.’ વડોદરામાં ઝરમર વરસતી વર્ષાના વાતાવરણમાં મોહમ્મદ રફીના સુપુત્ર શાહીદ રફી એમના પિતાજી અને હિન્દી ફિલ્મોના મહાન પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના...

શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. એમાં પણ વર્ષો બાદ પાંચ સોમવારનો મહિમાવંત શ્રાવણ માસ. એમાંય વળી પહેલો અને છેલ્લો દિવસ સોમવારે જ... આમ ધીંગી ધારે વરસતા વરસાદના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો આરંભ થયો હતો. ઓમ નમઃ શિવાયનો નાદ મોબાઈલ ફોનમાંથી ઘરમાં ગૂજતો હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter