આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

ભારતીય લશ્કરમાં વડોદરાનો યુવાન મહંમદ આરીફ અખનૂર સરહદે દુશ્મનો સામે લડતાં શહીદ થયો છે. મહંમદ આરિફ કાશ્મીરમાં ૧૮ રાઇફલ્સમાં તે ફરજ બજાવતો હતો. મૂળે નવાયાર્ડમાં રહેતા શફી આલમ પઠાણ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર મહંમદ આરિફ...

સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાના પ્રસૃતિ ગૃહમાં ૧૬મીએ મોડી રાતે ૨૪ વર્ષની પ્રસૂતાએ ૫૨ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટર્સની ટીમ દ્વારા એક બાળકી...

ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘણા સમયથી મગર અને માણસ વચ્ચેના સંઘર્ષના બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા, નર્મદા, ખેડા, આણંદ, જૂનાગઢ, કચ્છના વિસ્તારોમાં...

ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ ૧૦ ટકાથી વધીને ૪૦ ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇ કોર્ટમાં અરજી કરી છે. હાઇ કોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. પાવાગઢના...

ડાકોરમાં અષાઢી બીજે ૨૪૭મી રથયાત્રામાં પરંપરા મુજબ રાધાકુંડથી ગોપાલલાલજી ગજરાજ ઉપર આરૂઢ થયા હતા. મહાવતની આગળ બેસવા દેવાની વિનંતી સેવકોએ ન સ્વીકારતા મહાવત...

રાજ્યસરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ચરોતર યુનિ. ઓફ સાન્યસ એન્ડ ટેકનોલોજીને સુપર કમ્પ્યુટરની ભેટ મળી છે. આ સુપર કોમ્પ્યુટર હાલના કમ્પ્યુટર કરતાં ૩૦ ગણું શક્તિશાળી હશે. ચારુસેટમાં ચાલતા સ્નાતક, અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં...

યાત્રાધામ પાવાગઢના ડુંગર આવેલ ઇંટોરીયા કુંડની બાજુના ખુલ્લા મેદાન રાખવામાં આવેલ ઐતિહાસિક ધરોહર સમાન તોપ ઘણા વર્ષોથી ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયેલ...

શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે આણંદ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ જુદા જુદા સંગઠનો દ્વારા આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રામાને આવેદન પત્ર પાઠવી અમલ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા એવી ચેતવણી અપાઈ હતી કે જો આગામી ૩૦...

મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડનાં પત્ની સીતાદેવીના આસનની શોભા રહી ચૂકેલા મોતીનાં છત્રની બ્રિટિશ ઓક્શન હાઉસમાં હરાજી થઈ હતી. હરાજીમાં છત્રનાં રૂ. ૧૫.૩૩ કરોડ...

તાલુકાના ફરતીકૂઈ નજીક દર્શન હોટલ પાસે ૧૫મીએ ખાળકૂવો સાફ કરવા આવેલા ચાર કામદારો સહિત સાતના ગૂંગળામણમાં મોત થયા હતા. જોકે સ્થાનિક સુરક્ષાતંત્રની કામગીરી બાદ વડોદરા તંત્રને મોડી જાણ કરાતા ત્રણ કલાક બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટના બાદ હોટલનો...



to the free, weekly Gujarat Samachar email newsletter