જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપારને ઓક્ટોબર સુધીમાં આખરી ઓપ અપાશેઃ નિર્મલા

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

વડા પ્રધાન ડેવિડ કેમરને ભારત સાથે વધેલા વેપારનો ઉપયોગ યુરોપિયન યુનિયનમાં રહેવા માટે મત આપવા જનતાને અનુરોધ કરવામાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિટન ભારત સાથે વધુ વેપાર કરી શકે છે, પરંતુ ઈયુના મુખ્ય બજારથી અળગાં થવાનું ‘આર્થિક ગાંડપણ’ બની...

બ્રિટિશ આઈટી અને સોફ્ટવેર ફર્મ RSK બિઝનેસ સોલ્યુશન્સનું તેની ગુરગાંવસ્થિત ભારતીય ભાગીદાર પેઢી BSL ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મર્જર કરી દેવાયું છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી નવી પેઢી RSK બિઝનેસ સોલ્યુશન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ વિશ્વના વિવિધ વિસ્તારોમાં...

ઈયુ રેફરન્ડમ સંબંધિત અનિશ્ચિતતાને લીધે યુકેના અન્ય પ્રદેશોની સરખામણીએ લંડનમાં મકાનોના ભાવમાં કડાકો બોલાયો છે. લંડનમાં મકાનનો સરેરાશ ભાવ ગયા મહિને ૯૭૧ પાઉન્ડ...

ઈયુ રેફરન્ડમનું પરિણામ બ્રેક્ઝિટની તરફેણમાં આવશે તો બ્રિટિશ પ્રજાએ ભારે કરવેરા અને ખર્ચકાપ સાથેના કડક બજેટ માટે તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી ચાન્સેલર...

બ્રિટનની કુલ વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો ઘરે પણ નળના પાણીના બદલે બોટલ્ડ વોટરનો ઉપયોગ કરતા હોવાનું OnePollના સર્વેમાં જાણવા મળ્યું છે. બોટલ્ડ વોટરના વેચાણમાં...

અમેરિકામાં ભારતીય હેજ ફંડ મેનેજર સંજય વાલવાણી પર ઈન્સાઈડર ટ્રેડિંગનો આરોપ મૂકાયો છે. વાલવાણીએ એક અમેરિકી કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે ફાર્મા સ્ટોક્સમાં...

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં...

એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની...

ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે....

બ્રિટિશ માલસામાનની નિકાસમાં વિક્રમી વધારાથી ગત એપ્રિલમાં દેશની વેપારખાધમાં ધારણાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ સેક્ટરના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter