મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય.
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય.
ભારતના સરકારી તંત્ર માટે રવિવારનો દિવસ ખરેખર શરમજનક ગણી શકાય. દેશના ન્યાયતંત્ર પર દિન-પ્રતિદિન વધી રહેલા કેસોના ભારણ અને ન્યાયતંત્ર સામેની મુશ્કેલીઓની વાત કરતાં કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એટલા ભાવુક થઇ ગયા કે તેમની આંખોમાંથી...
પાકિસ્તાન નામના કાચીંડાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને - આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને - ભારતને તપાસમાં સહયોગ આપવાની તેમજ જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી રચવાની તૈયારી દર્શાવી ત્યારે લાગ્યું કે હાશ, છેવટે...
લલિત મોદી વિવાદે વિરોધ પક્ષને મોદી સરકારને ભીંસમાં લેવાનો મોકો આપી દીધો છે. ભારતીય કાયદાના ગાળિયાથી બચવા માટે ‘નાસતાફરતા’ લંડનનિવાસી લલિત મોદીને વિદેશ પ્રવાસમાં મદદરૂપ થવાના કેસમાં પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું ખૂલ્યું. સ્વરાજનો બચાવ...
યુનાઇટેડ નેશન્સે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યા બાદ તેની પહેલી ઉજવણી જોરશોરથી થઇ. માત્ર ભારતમાં જ ૨૦ કરોડ લોકો યોગમાં જોડાયા. લંડન, ન્યૂ યોર્કથી માંડીને અશાંત અફઘાનિસ્તાનમાં પણ યોગના કાર્યક્રમ યોજાયા. ભારતના નામે એક સાથે બે વિશ્વવિક્રમ...
બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદની લડાઇમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. વિધાનસભાની આગામી ચૂંટણી જનતા પરિવારના નેજામાં લડાશે અને નીતિશ કુમાર મુખ્ય પ્રધાન પદના સંયુક્ત ઉમેદવાર હશે. છેલ્લા એક મહિનાથી મુખ્ય પ્રધાન પદના નામ માટે ખેંચતાણ ચાલતી...
અમેરિકા સહિત વિશ્વના છ દેશો (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન તથા જર્મની) અને ઇરાને ઐતિહાસિક સમજૂતીની દિશામાં ડગલું માંડ્યું છે. વચગાળાની આ સમજૂતી અનુસાર ઇરાન તેના અણુકાર્યક્રમો સીમિત રાખશે અને બદલામાં તેની વિરુદ્ધ લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર થશે....
ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ નેતાગીરીના મુદ્દે અવઢવમાં અટવાઇ રહ્યો છે. પક્ષમાં નેતૃત્વના મુદ્દે જે માહોલ પ્રવર્તે છે તે જોતાં તો એવું લાગે છે કે લોકસભાની છેલ્લી ચૂંટણીઓ અને તેની આગળ-પાછળ યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં...
લોકસભાની ચૂંટણીમાં કમ્મરતોડ ફટકો ખાઇને લગભગ નિશ્ચેતન થઇ ગયેલી કોંગ્રેસને સહેજસાજ કળ વળી રહી હોય તેમ લાગે છે. સંસદમાં વિરોધ પક્ષનું નેતૃત્વ કરી શકાય તેટલી લોકસભા બેઠકો પણ જીતવામાં નિષ્ફળ રહેલા દેશના સૌથી જૂના પક્ષમાં ફરી એક વખત પ્રાણ ફૂંકવા નેતૃત્વ...
અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન સીમા પારના ત્રાસવાદની એક પણ ઘટના બનવી જોઇએ નહીં. અને જો આવું બન્યું તો પાકિસ્તાન તેના પરિણામ ભોગવવા તૈયાર રહે.