ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો. 

કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે. 

અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter