ધોલાઇના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે રૂ. દોઢ લાખનો આઇફોન લેતા ઝડપાયા

નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. 

સોલાર કિંગ ડો. ફારુક પટેલ રૂ. 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના બિલિયોનેર

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...

કડોદરામાં વરેલી ગામ ખાતે બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ ૧૦મીએ વધુ બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે...

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...

રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)માં સમાવાયેલા ૧૦૪ ગામના ખેડૂતોને સાંભળીને ખેડૂતોને સંતોષકારક નિર્ણય જાહેર કર્યો હતો. કહેવાય છે કે એક તબક્કે સુડાના પ્લાનમાં સમાવાયેલા ગામોના કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો માટે આવનારી ચૂંટણી જીતવી...

હાલમાં ચાલી રહેલા ચાતુર્માસની સાથે જ ૨૮મી ઓગસ્ટે સુરત સહિત દેશભરમાં ઠેકઠેકાણે જૈન શ્રાવકોએ કરેલા એકાસણું તપનો રેકર્ડ નોંધાયો છે. ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય માટે ૨૮મીના રોજ એકસાથે દેશભરમાં હજારો શ્રાવકોના...

સુરત આઈટીને વધુ રૂ. ૨૪ કરોડનું નાણું મળી આવ્યું છે. સ્ટાર જેમ્સ કે વીન, કોસીયા ગ્રુપ અને ફાલ્કન ગ્રુપ પાસેથી બે નંબરના ટ્રાન્ઝેક્શન ઝડપાયા છે. પકડાયેલી એન્ટ્રીઓમાં એક ચોક્કસ ઈન્વેસ્ટર દ્વારા જમીનોના ઉથલા કરીને કરોડો રૂપિયાની કમાણી આઈટીથી છૂપાવી...

ભારતીય રેલવે તંત્રએ પીપીપી ધોરણે સ્ટેશન ડેવલપ કરવા દેશનો પ્રથમ એમઓયુ (સમજૂતીનો કરાર) ૧૭મી ઓગસ્ટે સુરતમાં સાઇન કર્યો હતો. આ સાથે જ સુરત રેલવે સ્ટેશનને મલ્ટિમોડેલ હબ સાથે આઇકોનિક સ્ટેશન તરીકે ડેવલપ કરવા સત્તાવાર મંજૂરીની મહોર મારી હતી. દેશના રેલવે...

સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું...

સંઘપ્રદેશ દમણના ખ્યાતનામ ભાજપ અગ્રણી અલ્પસંખ્ય પરિવારના સૌથી જૂના અને વ્યસ્ક એવા બિલ્ડર નઝીર ડીંગમારનું આઠમીએ વહેલી સવારે અપહરણની ફરિયાદ દમણ પોલીસમાં થઈ છે.

મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આનંદીબહેન પટેલે ચોથી ઓગસ્ટે સુરતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમણે ત્રીજીએ જ રાજ્યપાલને રાજીનામું સોંપી...



to the free, weekly Gujarat Samachar email newsletter