વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

બાયડ તાલુકા પંચાયત સામે ૧૧મી જુલાઈએ બપોરે ૨.૩૦ કલાકે રેડિયટ કેશ મેનેજમેન્ટ કંપનીના ફકીર મહંમદ હુશેનશા રૂ. ૩૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા યુવકે તેમની આંખમાં મરચું છાંટ્યું અને પૈસા ભરેલો થેલો ઝૂંટવીને લઈ...

પાલનપુરનો યુવાન મનોજકુમાર મોદી છેલ્લા ૧૪ વર્ષથી રમઝાનમાં રોઝા રાખી ખુદાની ઈબાદત કરે છે. શહેરના ત્રણ બત્તી બહાદુર ગંજ વિસ્તારમાં રહેતો મોદી યુવાન ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના સાથે રામ-રહીમના ગુણ ગાય છે.

રણની કાંધીએ આવેલા વાવપંથકમાં હલકી ગુણવત્તાના કામથી કેનાલો તૂટવા માંડી હતી. વાવની વાછરડા માઇનોર - એક કેનાલ તો સાવ તૂટી ગઇ છે. આ વિસ્તારના લોકોએ વારંવાર...

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ૨૬મી જૂને પાટીદારોના ગઢ ગણાતા બહુચરાજીમાં કારોબારીની મિટિંગ યોજી હતી. રૂપાલાના આ પગલાંથી નારાજ ‘પાસ’ દ્વારા રૂપાલા માટે ઉત્તર ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. 

સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ધાનેરા શહેરમાં ૧૬મી જૂનથી પ્રદુષણ મુક્ત ઇ-રિક્ષાનો પ્રારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષાનો ફાયદો શું છે તે અંગેનું લોકોને માર્ગદર્શન પણ અપાયું હતું. પવન સેલ્સ દ્વારા ધાનેરામાં ઈ-રિક્ષાનો શુભારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગતિશીલ ગુજરાત યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૪૦ નવી સરકારી માધ્યમિક...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ઉપક્રમે બનાસકાંઠાના અંબાળામાં  યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે બનાસ ડેરીમાં...

અલકાબહેન ઠાકોરના પતિ હિતેન્દ્ર ભોડાળિયા સાથે ઘરખર્ચ બાબતે ચાર વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો. ત્રીજી જૂને રાતે હિતેન્દ્ર અલકાબહેનને મકાનની લોનના કાગળ પર સહી કરવા જવાનું કહી બાઇક પર બેસાડીને લુદરા ગામે નર્મદા કેનાલના રેલવે પુલ પર લઈ ગયો હતો. ત્યાં...

જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે. 

સિદ્ધપુર તાલુકાના લોઢપુર ગામના રિયાઝ પ્યારઅલી ઉપતિયાનું ટેક્સાસમાં આવેલા પૂરમાં મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લે તેઓએ તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરમાં ફસાયાની પરિસ્થિતિની જાણ કરી હતી. પુત્ર સાથે વાત કર્યાના ૩૬ કલાક બાદ રિયાઝભાઈ તથા...



to the free, weekly Gujarat Samachar email newsletter