ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

જુલાઇના અંતમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઇ છે. 

ભારતભરમાં મીઠા (નમક)ના ઉત્પાદનમાં સૌથી વધુ મોખરે રહેલા કચ્છના મીઠા ઉદ્યોગ માટે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. 

નેપાળમાં ભયાનક ભૂકંપથી વિનાશ વેરાયો છે ત્યારે વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાંથી આ પ્રદેશ કેવી રીતે બેઠો થયો તેની માહિતી મેળવવા ખુદ નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. 

ઉત્તર કચ્છમાં રણ અને દક્ષિણ દિશામાં ડુંગરોની લાંબી હારમાળા વચ્ચે પથરાયેલા જાણીતા પાવરપટ્ટી વિસ્તારમાં અંદાજે છેલ્લા ૨૦ વર્ષથી ભૂગર્ભ જળની સપાટી ચિંતાજનક ઊંડે જતાં ખેતી પર જોખમ ઊભું થયું છે. 

કચ્છના રાજવી-જાડેજા પરિવારમાં છેલ્લા સાડાત્રણ દાયકાથી મિલકતની વહેંચણી સહિતના મુદ્દે ચાલતા વિવાદ અને કાનૂની જંગમાં અંતે સુખદ સમાધાન થયું છે. 

જાહેર જીવનમાં કાર્યરત રહીને પ્રધાનપદ સુધી પહોંચેલા કચ્છના વતની પ્રધાને પોતાના જન્મ દિને એકત્ર થયેલું અંદાજે રૂ. ૫૦ લાખનું ભંડોળ સેવા કાર્યોમાં સમર્પિત...

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...



to the free, weekly Gujarat Samachar email newsletter